મુખ્ય સામગ્રી પર જાઓ

એવી જ્યારે હજાર ચોકડી ચડે રે

એવી જ્યારે હજાર ચોકડી ચડે રે,
           ત્યારે ચૌદ ઇન્દ્ર ગાદી થકી પડે રે.૧
દિન પક્ષ માસે કરી વર્ષ કાવે રે,
           એવાં વર્ષ સો લગી બ્રહ્મા રહાવે રે.૨
ત્યારે એક કલ્પ થયો કેવાય રે,
           એની ગણના કરતાં શેષ લજાય રે.૩
એવા સાડાત્રણ ક્રોડ કલ્પ થાવે રે,
            ત્યારે આવો મનુષ્ય દેહ એકવાર આવે રે.૪
ત્રિજે પ્રલયે વૈરાટનાં દેહ જાવે રે,
           દાસ ગોપાલ કહે સૌ લીન થાવે રે.૫
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026