મુખ્ય સામગ્રી પર જાઓ

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદરવર નંદલાલાની

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદરવર નંદલાલાની. ૧
         સાચી કહું માનજે મારી હેલી, સુંદર શ્યામ ગયા તેને મેલી. ૨
તારી શોક વ્રજા* જેનું નામ, તેને મંદિર આજ ગયા છે શ્યામ. ૩
         કસુંબલ પાઘ કેસરિયા જામા, શેરીએ જાતાં મળ્યા મને સામા. ૪
રંગમાં રાતા ને વાંસળી વાતા, રસિક સુંદરવર દીઠા મેં જાતા. ૫
         ગજરા બાજુબંધ બાંધ્યા છે હાથે, લાખ ગોવાળિયા લીધા છે સાથે. ૬
તેતો આજે પૂરણ સુખ પામી, જઇને મળ્યા પ્રેમસખીનો સ્વામી. ૭

 

 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિવેચન:

§ “વિરજા “

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026