મુખ્ય સામગ્રી પર જાઓ

સાંભળ વાત કહું એક બીજી, પ્રેમે મગન નાથ રહ્યા છે રીઝી

સાંભળ વાત કહું એક બીજી, પ્રેમે મગન નાથ રહ્યા છે રીઝી. ૧
         પીતાંબરની પળવટ વાળી, હાથે ગજરા ગુંથ્યા વનમાળી . ૨
અત્તર શીશી લીધી છે સાથે, કેસર ચંદન ઉતાર્યુ છે હાથે. ૩
         તુજ કરતાં તે દીસે ઘણી વહાલી, પૂરણકામ ગયા જેને ચાલી. ૪
તેને મંદિર શ્યામ રહ્યાં છે ઝૂલી, તુજને તો રસિયો ગયા છે ભુલી. ૫
         તુજને મેલીને ગયા જેને કાજ, કહોને બાઇ તારી શી રહી લાજ. ૬
સાંભળી રાધાએ દાસીની વાણી, પ્રેમસખી કોપી મહારાણી. ૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026