મુખ્ય સામગ્રી પર જાઓ

રસિક સુંદર સાથે શ્રીદામ, આવી ઉભા રહ્યાં રાધાને ધામ

રસિક સુંદર સાથે શ્રીદામ, આવી ઉભા રહ્યાં રાધાને ધામ. ૧
દાસી બોલી ઉભા રહોને શ્યામ, હમણે નથી માંહી ગયાનુ કામ. ૨
રાધા સુતી હરિ કોપ મંદિરમાં, ખુબ ભરી છે રીસના ભરમાં. ૩
વસ્ત્ર આભૂષણ મેલ્યા ઉતારી, એક ફાટી કંથા ઉર ધારી. ૪
કુસુમની સેજ ત્યાગી અલબેલી, લોટે છે ધરણી કોમલ અંગ છેલી. ૫
રુદન કરે બહુ વારંવાર દુઃખનો નહિ હરિ વારને પાર. ૬
પ્રેમસખીનો નાથ આવ્યા જાણી, આવી ઉઠી રાધા રીસે ભરાણી. ૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026