મુખ્ય સામગ્રી પર જાઓ

સાંભળી ખબર રાધાજી આવી, ત્રણ કરોડ ગોપી સાથે લાવી

સાંભળી ખબર રાધાજી આવી, ત્રણ કરોડ ગોપી સાથે લાવી. ૧
રીસ ભરી રાધી આવી જાણી, બ્હીકની મારી વ્રજા થઇ પાણી . ૨
ઝાલો ને બાંધો કરતી આવી પ્યારી, અંતર્ધ્યાન થયા ગિરિધારી. ૩
આવી રાધાજી વળી સૌ જોઇ, સુના મંદિરિયામાં ન મળે કોઇ. ૪
વ્રજા નીર થઇ તે જાણી, નવ દીઠા ક્યાંઇ સારંગપાણી. ૫
 નીર જોઇ બહુ અચરજ પામી, અંતર્ધ્યાન થયા જાણ્યા સ્વામી. ૬
રાધા ગઇ પાછી પોતાને ધામ, પ્રગટ થયા પ્રેમસખીનો શ્યામ. ૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026