મુખ્ય સામગ્રી પર જાઓ

પાછી આવીને રાધા બોલી વેણા, રીસમાં રાતાં ચટક થયા નેણા

પાછી આવીને રાધા બોલી વેણા, રીસમાં રાતાં ચટક થયા નેણા. ૧
વ્રજાકાન્ત વ્રજાના નાથ, કેમ મેલી આવ્યા દાસીનો સાથ. ૨
તે થઈ નદી તું પણ નદ થાને, બાંધી ફુટી તેને કાંઠે રે જાને. ૩
એકસું ઘાતને એકસું પ્રીત, ક્યાંથી શિખ્યો એ મનુષ્યની રીત . ૪
મનુષ્યની રીત સરવે તારી જાણી થાને મનુષ્ય જા સારંગપાણી. ૫
દાસી વ્રજાને લેજો સાથે છાની, તે ટાળશે સહુ દાઝ હિયાની . ૬
સહી ન શક્યો બોલ્યો શ્રીદામ, ચાલી નિસર્યો પ્રેમસખીનો શ્યામ. ૭

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026