મુખ્ય સામગ્રી પર જાઓ

જારે લંપટ દાસીના વહાલા, તેને પાસે જા તું નંદલાલા

જારે લંપટ દાસીના વહાલા, તેને પાસે જા તું નંદલાલા... ૧
         કપટી નિર્લજનું શું છે હ્યાં કામ, જા તું પાછો તે દાસીને ધામ... ૨
કઠણ વચન બોલી રાધા પ્યારી, કાઢી મેલો લંપટ ગીરધારી... ૩
         દાસી કહે જાઓ જગદીશ, હમણે રાધાને ચડી છે બહુરીસ... ૪
એક કહે સાંભળો અલબેલા, આવડી માનીતી કરી કેમ છેલા... ૫
         એક કહે સુંદરવર કાન, લાગો પગે રાખો એનું માન... ૬
પ્રેમસખી કહે નાથ ગીરધારી, મન માની મોજ હવે મળશે સારી... ૭ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026