મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીદામ કે સાંભળો દીનાનાથ, શી ગતિ મારી કુટાયો અનાથ

શ્રીદામ કે સાંભળો દીનાનાથ, શી ગતિ મારી કુટાયો અનાથ...૧
શ્યામસુંદર કહે માં કરજે શોક, સો વરસ કેડે પામીશ મારો લોક...૨
ધારી ચરણ હયે મસ્તક નામી, ચાલ્યો શ્રીદામ રાધા મળી સામી...૩
હૈયામાં ઘાલી મળી બહુ પ્રીતે, ક્યાં જાઇશ પુત્ર પુછ્યુ એ રીતે...૪
શ્રીદામે વાત કહી સમજાવી, ચાલી રાધા મોહન પાસે આવી...૫
હે નાથ હે નાથ કહીને પોકારી, ભુલી હું નાથ છું દાસી તમારી...૬
પડી ચરણમાં ભુલી શરીર, પ્રેમસખીને સ્વામી આપી ધીર...૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026