મુખ્ય સામગ્રી પર જાઓ

ગદગદ કંઠે બોલી પ્રાણ પ્યારી

ગદગદ કંઠે બોલી પ્રાણ પ્યારી,
               નાથ વિસરજ્યો મા દાસી તમારી.  ૧
ગુણ તમારા ને રૂપ તમારું,
               એમાં રેહેજો અખંડ ચિત્ત મારું.  ૨
ચરણ કમળની ભક્તિ મુને દેજો,
               રાત દિવસ મારા નેણામાં રહેજો.  ૩
જોતા જોતા જીવનપ્રાણ,
               ઢળી પડી ભુલી દેહ ભાન.  ૪
વ્રજવાસી સાંભળો નરનારી,
               તે પુરુષોત્તમ પ્રગટ્યા મોરારી.  ૫
એમાં તે ખોટી ન મળે લગાર,
               સમ ખાઇને કહું વારંવાર.  ૬
પૂરણ પ્રીતે એ લીલા જો ગાશે,
               તો પ્રેમસખીનો નાથ તેડી જાશે.  ૭ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026