મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીદામ કોપ્યો નેણ થયાં રાતા, એવા વચન કેમ બોલો છો માતા

શ્રીદામ કોપ્યો નેણ થયાં રાતા, એવા વચન કેમ બોલો છો માતા...૧
જેને પ્રતાપ થઇ આવી મોટી, તેને વાણી કેમ બોલો, છો ખોટી...૨
મારા સ્વામીનો મરમ તું ના જાણી, તું જેવી લાખો ભરે જેને પાણી...૩
રે રે લંપટ કપટીના દૂત, સામો આવી કેમ બોલે કપુત...૪
માનું ભુંડું વાંચે બાપનું સારું, દૈત્યનું રૂપ થાશે જા તારુ...૫
શ્રીદામ કે તું જેને મદ ભારી, મનુષ્ય બની થાજે શુદ્રની નારી...૬
પ્રેમસખીના સ્વામી પાસે આવી, શ્રીદામે રીત કહી સમજાવી...૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026