સુંદરશ્યામ કહે પ્રાણ પ્યારી, ચિંતા ન કરશો મરજી છે મારી...૧
થાઓ ગોકુલ ભ્રખુભાં કુમારી, તમ અરથે હું આવીશ નારી...૨
આવીશ વેહેલો ન કરીશ વાર, પ્રગટીશ વ્રજમાં ઉતારવા ભાર...૩
પરક્રમા કરી રાધા પગે લાગી, કર જોડીને લીધો વર માગી...૪
રાધાજી બોલી જોડીને હાથ, જનમોજનમ થાજો મારા નાથ...૫
નાથ ચરણમાં મારું મન રમજો, ભ્રમર થઇને નિરંતર ભમજો...૬
સુતાં જાગતાં નિત્ય દરશન દેજો, પ્રેમસખી કહે અખંડ અંતરે* રહેજો...૭
