મુખ્ય સામગ્રી પર જાઓ

આદિ માયા જગતની છે ઇશ, અતિશે પ્રચંડ ચડી છે રીસ

આદિ માયા જગતની છે ઇશ, અતિશે પ્રચંડ ચડી છે રીસ. ( ૧ ) 
      જાણે રાહુએ ઘેર્યો છે ચંદ, ક્ષીણ કળા થયો જગવંદ . ( 2 )
મહા કોપમાં રાજેશ્વરી રાધા, શોક જીત્યાની લીધી છે બાધા. ( 3 )
     ભ્રકુટી ચંચલ નેણાં છે રાતા, મહા રીસમાં બોલી જગમાતા. ( 4 )
દેખાડ આલી ક્યાં છે નંદલાલ, જોને હવે કરીશ એની હાલ. ( 5 )
     જે સાથે લાગ્યું એને તાન, એક ઘડીમાં ઉતારીશ માન.  ( 6 )
પ્રેમસખીનો વહાલો ગયા બીજે આશે, હવે એમાં જોયા જેવી થાસે. ( 7 )

 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026