મુખ્ય સામગ્રી પર જાઓ

વ્રજા તીર ગયા બલવીર, હસીને બોલાવી આપી બહુ ધી

પદ ૧૯૦૫ મું. ૭/૧૪
વ્રજા તીર ગયા બલવીર, હસીને બોલાવી આપી બહુ ધીર. ૧
મારે કાજે આવી ગતિ તારી, આવ્ય નવજોબન થઇ નારી. ૨
આવી રૂપ ધરી અલબેલી, રસિક સાથે વાળી રગડાંની રેલી ૩
સુંદરવર મોહન સાથે રમતાં, પુત્ર સાત થયા મનગમતા. ૪
રમતાં બાળ વઢ્યો એક નાનો, લાગી વ્રજા તેને રાખવા છાનો. ૫
નાના બાળકની દયા મનમા આવી, સુંદર શ્યામ ગયા છટકાવી. ૬
મેલી ગયા પ્રેમસખીનો પ્યારો, થાજે તું પુત્ર સમુદર ખારો ૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026