મુખ્ય સામગ્રી પર જાઓ

રીસ કરી બોલી અલબેલી, થાઓ તૈયાર ચાલોને વેહેલી વેહેલી

રીસ કરી બોલી અલબેલી, થાઓ તૈયાર ચાલોને વેહેલી વેહેલી . ૧
રથે જોડીને થાઓ તૈયાર, ચાલો ઉતાવળી થાયે છે વાર. ૨
રતન જડીત પેહેર્યા છે અમૂલ્ય, કોટી સુરજ જેના નખની તુલ્ય. ૩
પેહેર્યા છે ચીર અમૂલીક ભારી, કોટીક કામ છબીપર વારી. ૪
સુંદર રથ જોડ્યા જેને કાજે, ચૌદે લોક શોભા જોઇ લાજે. ૫
હીરા રતન જડ્યા અતિ સાર, ચાલીશ ગાઉમાં જેનો વિસ્તાર. ૬
એ રથ ઉપર બેસીને ચાલી, પ્રેમસખીના નાથને છે વહાલી. ૭

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026