મુખ્ય સામગ્રી પર જાઓ

ચાલી શ્યામ મંડળ મેલી, ત્રણ કરોડ ગોપી લીધી છે ભેળી

ચાલી શ્યામ મંડળ મેલી, ત્રણ કરોડ ગોપી લીધી છે ભેળી...૧
           હાહાકાર થયો બહુ ઘોષ, રાણી રાધાજી ભરાણી છે રોષ...૨
અતિ ઘણો શોક કરતી આવે નાર, લાખ ગોવાળિયા ઉભા છે દ્વાર...૩
           ગોવાળીએ સહુ આવતી ભાળી, ઉભી રહો ઉભી રહો કહીને ખાળી...૪
રાધાજી બોલી જુવો છો શું આલી, જાવા ન પામે સહુ લ્યોને ઝાલી...૫
           રાધાજીની આજ્ઞા લઇને, ઝાલી લીધા ગોપી ભેળી થઇને...૬
રીસમાં ભુલી ગોપી સુધ બુધ પ્રેમસખી કહે થયો મહા જુધ...૭ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026